Sursagar Dairy

Sursagar Dairy Veterinary medicine is the branch of medicine that deals with the prevention, diagnosis and treatment of disease, disorder and injury in non-human animals.

સુરેન્દ્રનગર જીલ્લા  સહકારી દૂધ ઉત્પાદક સંઘ તેમજ  ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના સંયુક્ત ઉપક્રમે ફુલગ્રામ દુધ ઉત્પાદ...
02/01/2025

સુરેન્દ્રનગર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તેમજ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના સંયુક્ત ઉપક્રમે ફુલગ્રામ દુધ ઉત્પાદક સહકારી મંડળી પર વસ્તડી મહીલા, ટુવા મહિલા નાના મઢાદ અને મોટા મઢાદ દૂધ મંડળીના વ્યવસ્થાપક કમિટી સભ્યો ની તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં SWOT એનાલિસિસ કરીને સહકારના સિદ્ધાંતો, અમુલ પેટર્ન, હિસાબી દફતરો ની સમજ અને મંડળીના રોજબરોજના કાર્યો માં વ્ય.કમિટી સભ્યોની ભૂમિકા જેવા વિષયની ચર્ચા કરવામાં આવી અને તમામ સભ્યો એ રસપૂર્વક ભાગ લીધો હતો

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સુરસાગર ડેરી-વઢવાણ, પશુપાલન શાખા, સુરેન્દ્રનગર તથા પશુપાલન વિભાગ, ગાંધીનગ...
30/12/2024

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સુરસાગર ડેરી-વઢવાણ, પશુપાલન શાખા, સુરેન્દ્રનગર તથા પશુપાલન વિભાગ, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર સુરસાગર ડેરીની વડી કચેરી ખાતે યોજાઈ.

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.સુરસાગર ડેરી,વઢવાણ ખાતે લીંબડી,ચુડા, લખતર, સાયલા, વઢવાણ તાલુકાના પશુપાલકો માટે જીલ્લા કક્ષાની શિબિર યોજાઈ આ શિબિરમાં સુરસાગર ડેરીના ચેરમેનશ્રી નરેશકુમાર મારૂ, સાયલા તાલુકાના ડીરેકટરશ્રી ગભરૂભાઈ કલોત્રા, સાયલા તાલુકા ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ કાલીયા, મેનેજીંગ ડિરેકટશ્રી ગુરદિતસિંગ, પૂર્વ ડિરેકટરશ્રીઓ, માલધારી સેલ સંયોજકશ્રી ગોપાલભાઈ મુંધવા, માલધારી આગેવાન શ્રી અજયભાઈ સભાડ, નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. ભાવિકભાઈ પટેલ, મદદનીશ નાયબ પશુપાલન નિયામકશ્રી ડર્ડો.મન્સુરી,વેટનરી ઓફીસર ડો. મીત શર્મા, ડર્ડો તમન્નાબેન સોલંકી, ડોં.રીતુબેન પટેલ, ડો.પલકબેન વૈધ, રાજય સહકારી સંઘના એકઝયુકેટીવ શ્રી વિનોદભાઈ પટેલ, ફેડરેશનના શ્રીમતિ માયાબેન અખાણી, સુરસાગર પરિવાર સહિત પાંચેય તાલુકામાંથી મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહયા હતા.

મહેમાનોના હસ્તે દિપ પ્રાગટય કર્યા બાદ ડેપ્યુ.મેનેજર શ્રી ડી.આઈ.પનારાએ સુરીલા અંદાજમાં પ્રાર્થના ગાઈ વાતાવરણ મંત્ર મુગ્ધ કર્યું હતું. મેનેજીંગ ડીરેકટરશ્રીએ શાબ્દીક સ્વાગત કર્યા બાદ દૂધ સંઘના વિકાસની ઝાંખી કરાવી હતી. ત્યાર બાદ આવનાર મહેમાનો ઝાલાવડની પરંપરા મુજબ સ્વાગત કર્યુ હતું. શિબિરમાં ડો.મનસુરી,ડર્ડો મીત શર્મા તથા ર્ડો. નિશાંત શંખધર જેવા તજજ્ઞો ધ્વારા આદર્શ પશુપાલન, પ્રજનન, સુરસાગર દાણ, દૂધ સંઘ તથા સરકારશ્રીની વિવિઘ સહાયકારી યોજનાઓ વિશે ઉંડાણ પૂર્વક માહિતી આપી હતી. રાજય સહકારી સંઘના એકઝયુકેટીવ શ્રી વિનોદભાઈ પટેલ ધ્વારા સહકારી પ્રવૃતિનો વિકાસ તથા માયાબેન અખાણી ધ્વારા સહકારી સંસ્થાઓમાં મહિલા ભાગીદારી વિશે મનનીય પ્રવચન કર્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બોલતા ચેરમેનશ્રીએ જણાવ્યું હતુ કે જીલ્લા કક્ષાની શિબિરમાં અપાતુ મુલ્યવાન માર્ગદર્શન પશુપાલકો પોતાના વ્યવસાયમાં ઉપયોગ કરી ઓછામાં ઓછા ખર્ચ વધુ દૂધ ઉત્પાદન કરી પોતાનુ જીવન ધોરણ ઉંચુ લાવે તેવી આશા વ્યકત કરી હતી.

શિબિરમાં મરણોતર સહાય યોજનામાં મૃત્યુપામનાર ૨૦ પશુપાલકોનાં વારસદારોને રૂા.૫૫,૦૦૦/- લખે રૂા. ૧૧,૦૦,૦૦૦/- વિમા સહાય મહેમાનો હસ્તે ચુકવવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વનરાજસિંહ ચાવડા ધ્વારા કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર માં મેગા ગ્લોબલ એક્સપો   Gurdit Nikka Amul Valamji R Humbal Bababhai S Bharwad
27/12/2024

સુરેન્દ્રનગર માં મેગા ગ્લોબલ એક્સપો Gurdit Nikka Amul Valamji R Humbal Bababhai S Bharwad

23/12/2024
આજ રોજ સુરસાગર ડેરી ખાતે પે સેન્ટર શાળા નં.૧૨(પારેખ), જીનતાન રોડ, તા.વઢવાણ. જિ.સુરેન્દ્રનગર.ના વિદ્યાર્થીઓ દ્વારા સુરસાગ...
17/12/2024

આજ રોજ સુરસાગર ડેરી ખાતે પે સેન્ટર શાળા નં.૧૨(પારેખ), જીનતાન રોડ, તા.વઢવાણ. જિ.સુરેન્દ્રનગર.ના વિદ્યાર્થીઓ દ્વારા સુરસાગર ડેરીની મુલાકાત લીધી હતી

26/11/2024
Amul Gurdit Nikka Gcmmf Ltd Ahmedabad Amul Dairy
25/11/2024

Amul Gurdit Nikka Gcmmf Ltd Ahmedabad Amul Dairy

આજ રોજ સુરસાગર ડેરી ખાતે શ્રી સ્વસ્તિક સ્કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા સુરસાગર ડેરીની મુલાકાત લીધી હતી
21/11/2024

આજ રોજ સુરસાગર ડેરી ખાતે શ્રી સ્વસ્તિક સ્કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા સુરસાગર ડેરીની મુલાકાત લીધી હતી

કોલ્હાપુર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ. ગોકુલ ડેરીના એમડી શ્રી યોગેશ ગોપાલ ગોડબોલેજી સુરસાગર ડેરી ની શુભેચ્છક મ...
13/11/2024

કોલ્હાપુર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ. ગોકુલ ડેરીના એમડી શ્રી યોગેશ ગોપાલ ગોડબોલેજી સુરસાગર ડેરી ની શુભેચ્છક મુલાકાત પધારતા તેઓનું સાલ અને મોમેન્ટોથી સ્વાગત કરતા દૂધ સંધના એમ.ડી સાહેબ શ્રી ગુરૂદિતસિહ . .

Address

Sursagar Dairy, Plot No. 249, Phase-2, Ambawadi G. I. D. C Wadhwan, Surendranagar
Surendranagar District
363035

Alerts

Be the first to know and let us send you an email when Sursagar Dairy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sursagar Dairy:

Videos

Share